મોરબી : કાળી ચૌદસની રાત્રીના 12 વાગ્યે ગ્રામજનોએ સ્મશાનમાં ઉજવ્યો અનોખો ઉત્સવ, જુઓ વિડિઓ

મોરબીના ભરતનગર ગામના સ્મશાનમાં મિત્રના જન્મદિવસે ગામના યુવાનોએ સ્મશાનમાં યોજાયો રમોતોત્સવ

મોરબી : મોરબીના ભરતનગર ગામના સ્મશાનમાં કાળી ચૌદસની અડધી રાતે કિકિયારીઓ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું…જી હા પણ આ ચિચિયારી અને કિકિયારીઓ કોઈ ભૂત પલિતની નહિ પણ ભરતનગર ગામના સ્મશાનમાં મિત્રના જન્મદિવસે ગામના યુવાનોએ સ્મશાનમાં યોજાયો રમોતોત્સવ દરમિયાન રમત રમતા યુવાનોની હતી…

મોરબી તાલુકાના ભરતનગર ગામના સ્મશાનમાં કાળીચૌદસની અડધી રાત્રે 12 વાગ્યે ગ્રામજનો દ્વારા એક વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેન્દ્રનગર ખાતે રહેતા મિત્ર મહેશભાઈ રામજીભાઈ બોપલિયાના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગ રૂપે કાળીચૌદસની રાત્રીના ભરતનગરના સ્મશાનમાં રમોતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામના યુવાનોએ સ્મશાનમાં અડધી રાત્રે શેરી રમતો રમીને સ્મશાનને ચિચિયારીઓ અને કીકીયારીઓથી ગજવી મૂક્યું હતું. આ અનોખા ઉત્સવ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમના મિત્રનો જન્મદિવસ કાળીચૌદસના રોજ આવતા જન્મદિવસ અનોખી રીતે ઉજવણીનો વિચાર આવ્યો હતો. જેનાભાગ રૂપે કાળીચૌદસે સ્મશાનમાં અડધી રાતે ભૂત પલિત આવતા હોવાની ખોટી માન્યતાનો છેદ ઉડાડવા અમારા ગામના સ્મશાનમાં રમોતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

ભરતનગર ગામના સ્મશાનમાં મિત્રના જન્મદિવસે ગામના યુવાનોએ સ્મશાનમાં યોજેલા રમોતોત્સવનો વિડિઓ જુઓ નીચેની લિંક પર ક્લીક કરો..