મોરબીના રંગપર બેલા નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ૧નું મોત

- text


૫ થી વધુ ઘાયલ , તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

(અતુલ જોષી, રવિ સાણંદીયા દ્વારા)
મોરબી : મોરબીના રંગપર બેલા પાસે રિક્ષાને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં પાંચથી વધુને ઇજા અને એકનુ મોત નીપજયું છે. જ્યારે ૫ થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

- text

રંગપર બેલા પાસે રિક્ષાને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉદયસિહ ચિત્તોડીયા રહે.મુળ પુના મહા. હાલ જેતપરનું મોત નીપજ્યું છે. જ્યારે ગનીભાઈ જુમાભાઈ ઉમરેટીયા ઉ.વ.૫૦ રહે.અમરેલી રોડ મોરબી ,આરીફ ગનીભાઈ ઉમરેટીયા ઉ.૩૩ રહે.અમરેલી રોડ મોરબી , હનીશભાઈ ઉ.વ.૨૦,તેબકદિનભાઈ યાદવ ઉ.વ.૪૫ રહે.મોરબીને ઇજા થઈ હતી. આ તમામ ને વધુ સારવાર અર્થે રાજકોટ અને મોરબી ખાનગી હોસ્પીટલ મા ખસેડાયા છે જ્યારે દેવાન્તી અવિનાશભાઈ ઉ.વ.૨૫ને સિવીલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

- text