ટંકારામાં દબાણ હટાવ ઝુંબેશ : હાઇવે પરના તમામ દબાણોનો કડુસલો

- text


ટંકારા : ટંકારા વિસ્તારમાં આજે વહીવટી તંત્રએ દબાણ હટાવવાની કવાયત હાથ ધરી હતી. રાજકોટ – મોરબી હાઇવે પર પોલીસ કાફલાને સાથે રાખી તમામ દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો છે. આજે સાંજ સુધી દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે.

ટંકારા વિસ્તારમાં રાજકોટ મોરબી હાઇવે પર કરાયેલા દબાણોના કારણે અનેક સમસ્યાઓ ઉદભવી છે. ત્યારે ટંકારા વહીવટી તંત્રએ આજે લાલ આંખ કરી તમામ દબાણોને હટાવવાની કવાયત હાથ ધરી છે. પ્રથમ નોટિસ આપ્યા બાદ દબાણ હટાવવામાં ન આવતા ટંકારા મામલતદાર અને માર્ગ મકાન વિભાગે પોલીસના કાફલાને સાથે રાખી ખીજડિયા ચોકડીથી દબાણ હટાવાના શ્રીગણેશ કરી દબાણ હટાવ ઝુંબેશ શરુ કરી છે. દબાણ હટાવ કામગીરીના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. હાલ વહીવટી તંત્રની દબાણ હટાવ કામગીરી શરૂ જ છે. મળતી માહિતી મુજબ સાંજ સુધીમાં લતીપર ચોકડી સુધીના તમામ દબાણો હટાવવામાં આવશે.

- text

 

- text