ટંકારામાં ફિલ્ટર પ્લાન્ટ મુદેના ઉપવાસ આંદોલનનો સુખદ અંત

- text


જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર અને ડીડીઓએ મહિલા સરપંચ સહિતના અગ્રણીઓને પારણા કરાવ્યા

ટંકારા : ટંકારા પાણીમાં પશ્રને લઈને છેલ્લા ત્રણ દિવસ ચાલતા ઉપવાસ આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે. જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, કલેક્ટર તેમજ ડીડીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લઇને પારણાં કરાવ્યા હતા.

- text

આજથી છ વર્ષ પહેલા ટંકારા ગામને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે સંપ અને ફિલ્ટર પ્લાન્ટ માટે શરૂ કરેલી વિચારણા ત્રણ વર્ષની લાંબી પ્રક્રિયા બાદ મંજુર થયા પછી પણ આજે તેને મંજૂર થયાના ત્રણ વર્ષ વીતી ગયા છતાં શુદ્ધ પાણીના પ્લાન્ટના કોઈ ઠેકાણા ન હોય અંતે પૂર્વ સરપંચ અને વર્તમાન મહિલા સરપંચ દંપતીએ પાણી ના પ્લાન્ટ બાબતે આમરણ ઉપવાસ છેડ્યું હતું. જેનો આજે સુખદ અંત આવ્યો હતો. જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ભાઈ કલેક્ટર તેમજ ડીડીઓએ મહિલા સરપંચ અને પૂર્વ સરપંચને ખાતરી આપી પારણા કરાવ્યા હતા.

- text