માળીયા નજીક નર્મદાની લાઈનમાં ભંગાણ : યુદ્ધના ધોરણે રીપેરીંગ કરાયું

- text


જામનગર અને મોરબી જિલ્લાને પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો લાખો લીટર જથ્થો વેડફાયો

મોરબી : મોરબી અને જામનગર જિલ્લાને પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની મુખ્ય લાઈનમાં માળીયાના ખીરઇ ગામ નજીક ભંગાણ થતા લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો, જો કે તંત્ર દ્વારા લાઈન રિપેરીંગનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી પાણીનો વેડફાડ અટકાવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ માળીયાના ખીરઈ ગામ નજીક નર્મદા યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ગઈ કાલે અચાનક જ નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાય ગયું હતું. જોકે નર્મદા યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા તંત્ર દ્વારા તાત્કાલિક પાણી બંધ કરાવી પાઇપલાઇન રીપેરીંગ માટે યુઘ્ઘના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ રીપેરીંગની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને સાંજ સુધીમાં પાણીનો પુરવઠો શરૂ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જયારે પાણી લાઈનમાં આ ભંગાણના કારણે મોરબી અને જામનગરને અપાતા નર્મદાના પાણીના પુરવઠામાં કાપ મુકવાની ફરજ પડી હતી.

- text

- text