ડોઝબોલ સ્પર્ધામાં વાંકાનેરની ખેડૂત પુત્રીએ નેશનલ લેવલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ

- text


વાંકાનેર: વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના સામાન્ય ખેડૂત પરિવારની દીકરીએ મોરબી જિલ્લાનું નામ સમગ્ર ભારત માં રોશન કર્યું છે, વાંકાનેરની લઘુમતી ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરની ખેલાડી માસુરા માણસીયા ડોઝબોલમાં નેશનલ લેવલે ઝળકી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૬૩ મો રાષ્ટ્રીય કક્ષાનો ખેલઉત્સવ ડોઝબોલ અંડર- ૧૯ ગર્લ્સ
જગદલપુર છત્તીસગઢ ખાતે ૧૬ થી ૨૦ દરમિયાન યોજાયેલ જેમાં સમગ્ર દેશ માંથી ટીમો આવેલ અને ગુજરાતની બહેનોની ટીમે ઉત્કૃષ્ઠ રમત નું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

- text

આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરની એક માત્ર ખેલાડી માણસીયા માસુરા યુનુસ પણ સમગ્ર જિલ્લામાંથી નેશનલ ટીમ માટે પસંદ થયેલ હતી. અને સમગ્ર મોરબી જીલ્લાનું નામ માસુરા એ રોશન કરેલ છે.

માસુરાની આ સિદ્ધિ બદલ શાળા મંડળ ,શાળાના આચાર્ય બાદી તેમજ સમગ્ર શાળા પરિવારે માસુરા ને અભિનંદન પાઠવ્યા હતા.

 

- text