ટંકારા : હડમતિયામાં આર.અેસ.અેસ. દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ આર.અેસ.અેસ.ના વિચારોને આધિન ચાલતી “આઝાદ શાખા” ના બાળકો અને સ્વયંસેવકોએ રક્ષાબંધનના પવિત્ર દિવસે ગામમાં વહેલી સવારમાં જ બી.પી.અેલ. વિચરતી વિમુક્તજાતી વસાહતમાં વાંસના સુંડલા બનાવી પેટીયું રળતા પરિવારની ગરીબ કન્યાઅોના ભાઈ બની ખુદ બહેનની રક્ષા કાજે તેમના આંગણે જઈ માતા, બહેન, ભાઈ, વડિલોને બધા બાળકોઅે રાખડી બાંધી કંકુંનુ તિલક કરી પેંડાથી બહેનોના મોઢા મીઠા કરાવ્યા હતા. પહેલીવાર આવી રીતે કોઈ ગરીબ બહેનની રક્ષા કાજે તેમના આંગણે કોઈ ભાઈ આવતા આ પરિવારમાં જાણે આજ સોના વરણો સુરજ ઉગ્યો હોય તેમ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે માતાઅો, બહેનો, ભાઈઅો, વડિલો તેમના પ્રિય મારવાડી ગીતના તાલે ઝુમી ઉઠ્યા હતા.

- text

હડમતિયાની આર.અેસ.અેસ. “આઝાદ શાખા” નો રક્ષાબંધન ઉત્સવ ઉજવવાનો હેતુ સામાજિક સમરસતા બની રહે અને ઉચ્ચ નીચ , છુત-અછુતનો ભેદ ભાવ સમાજમાંથી નાબૂદ થાય તે ભાવનાથી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

- text