મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહીતની ટીમ બુથ વિસ્તારક કામગીરી માં વ્યસ્ત

મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં બુથ લેવલે મતદારો સુધી કેન્દ્ર-રાજ્યસરકારની યોજના પહોંચાડવા હાથ ધરેલ બુથ વિસ્તારક ઝૂંબેશ અંતર્ગત મોરબી જિલ્લા ભાજપની ટીમ દીન-રાત કામગીરી કરી રહી છે.

મોરબી જિલ્લા માં 751 બુથ માટે ભાજપ દ્વારા વિસ્તારકો ની નિમણુંક કરી મતદાર યાદીના એક એક પેઈજ દીઠ પેઈજ પ્રમુખ ની નિમણુંક કરી મતદારો નો સંપર્ક કરવમાં આવી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ટીમ દ્વારા સત્યમ પાન વાળી શેરી ખાતે બુથ નંબર 165 વિસ્તારમાં ડોર ટુ દોર જનસંપર્ક કરી મતદારોને સરકારશ્રીની તમામ યોજનાની જાણકારી આપવાની સાથે ઘેર ઘેર સ્ટીકર લગાવવામાં આવે છે. બુથ નંબર 165 માં બુથ વિસ્તારક યોજનાની કાર્યવાહીમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની સાથે કારોબારી સભ્ય બીપીનભાઈ વ્યાસ,ખજાનચી પ્રભુભાઈ ભૂત,ભાજપ અગ્રણી લલિતભાઈ કામરીયા, પ્રાણજીવન પનારા, સંજયભાઈ વ્યાસ, રાજભા ઝાલા, નીરજ ચાવડા, હસુભાઈ પંડ્યા સહીત ના લોકો જોડાયા હતા.