મોરબીમાં વડીલો માટે ઘર બેઠા મતદાનનો પ્રારંભ

- text


88 વર્ષના મહિલાએ મતદાન કરી લોકશાહી ધર્મ નિભાવ્યો

મોરબી : ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોને ઘેર બેઠા મતદાનની સુવિધા આપી છે ત્યારે આજે મોરબીના વયોવૃદ્ધ મહિલા મતદારે ઘેરબેઠા મતદાન કરી લોકશાહીનો ધર્મ બજાવ્યો હતો.

- text

18મી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 65 મોરબી વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે. બી.ઝવેરી દ્વારા 85 વર્ષથી ઉપરના મતદાતાઓને પોતાના ઘેર મતદાનની સુવિધા પુરી પાડવાની ખાસ ઝુંબેશ દરમ્યાન આજથી મતદાનની શરૂઆત કરવામાં આવી છે. ગુરુવારે 88 વર્ષની વયના મતદાર જયાબેન એચ. શાહ દ્વારા મતદાન કરી લોકશાહી ધર્મ નિભાવી ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.

- text