હળવદમાં 28 એપ્રિલે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન

- text


યુવા ભાજપ મહામંત્રીના જન્મદિવસે આયોજન

હળવદ : મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 28 એપ્રિલ ને રવિવારના રોજ હળવદ ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તા. 28 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી હળવદના સરા રોડ પર શિશુ મંદિર પાસેના ITI કેમ્પસની HES સ્કૂલ ખાતે આ ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાશે. હળવદના સેવાભાવી નવયુવાન જીવદયા પ્રેમી- ગૌસેવક મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી આ ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાશે. જેમાં દર્દીઓને ફ્રી દવાઓ, એક્સ-રે, ઈસીજી, આરબીએસ સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક, ન્યૂરો સર્જન, જનરલ સર્જન, યુરોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રિક, પ્લાસ્ટિક સર્જન તબીબો ઉપસ્થિત રહીને દર્દીઓને તપાસશે. આ કેમ્પમાં વિશ્વ હિન્દુ પરિષદ, પાટીયા ગ્રુપ, છોટાકાશી હળવદ સેવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, યુવા ભાજપ ધર્મ પ્રેમી સેવા મંડળ, હળવદ એજ્યુકેશન સોસાયટી (HES સ્કૂલ/ITI), સરસ્વતી શિશુ મંદિરનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આ કેમ્પનો લાભ લેવા હળવદની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.નં. 7575088885 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text