મોરબીની ધી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં ધો. 11 સાયન્સના પ્રવેશ માટે ફ્રી ડેમો ક્લાસનું આયોજન

- text


મોરબી : મોરબીની 130 વર્ષ જૂની સરકારી શાળા ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ દ્વારા ધોરણ 10ની પરીક્ષા આપનાર અને ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ડેમો ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ચાલુ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન વખતે કોઈ તકલીફ ના પડે એ હેતુસર વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ દ્વારા ફ્રી ડેમો ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. તારીઓખ 22 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી સવારે 8 થી 11-30 વાગ્યા સુધી ધી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલના પહેલા માળે રૂમ નંબર 209 ખાતે આ ડેમો ક્લાસ યોજાશે. આ ડેમો ક્લાસ દરમિયાન શિક્ષણની યોગ્ય પદ્ધતિ દ્વારા થીયરી સાથે પ્રેક્ટિકલનું પણ સચોટ જ્ઞાન મળી રહે ઉપરાંત વિજ્ઞાનપ્રવાહમાં આગળ વધીને ભાવિ કારકિર્દીના નિર્માણમાં સહયોગ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્રી ડેમો ક્લાસનો લાભ લેવા માટે શાળા દ્વારા સર્વેને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે પૈજા સર- 99793 13133 અથવા ગાંભવા સર- 99256 50006 અથવા તન્ના સર- 99980 12930 અથવા વાંસદડિયા સર – 70167 76938નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text