મોરબીમાં રામનવમીની શોભાયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે રામનવમીની શોભાયાત્રાને લઈને આજે એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમોએ માર્ચ યોજી નિરીક્ષણ પણ હાથ ધર્યું હતું.

આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટને જણાવ્યું કે આવતીકાલે રામનવમીનો પર્વ છે. લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આજે પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આવતીકાલે જિલ્લામાં 2 ડીવાયએસપી, 9 પીઆઇ 28 પીએસઆઇ અને 400 જવાનોનો પોલીસ બંદોબસ્ત રહેશે. અંતમાં એસપીએ જણાવ્યું કે એવું કોઈ કૃત્ય કરીને કાયદો અને વ્યવસ્થામાં વિક્ષેપ ન પાડવામાં આવે, જો આવું કોઈ કરશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

- text

- text