પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં વધુ કનેક્શન આપી દેનાર સુપરવાઈઝર વિરુદ્ધ ટંકારામા ફરિયાદ

- text


ટંકારાના ગામડાઓમા પાણીનો બગાડ અટકાવવા તંત્રનું કડક પગલું

ટંકારા : હાલમાં ઉનાળાને કારણે પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે તેવા સમયે જ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પાણીની મુખ્ય લાઈનમાંથી વધારાના કનેક્શન આપી પાણીનો બગાડ કરનાર સુપરવાઈઝર વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના કોન્ટ્રાકટર દિનેશભાઇ મગનભાઈ કણસાગરાએ આરોપી એવા તેમના જ વિભાગના સુપરવાઈઝર પરસોતમ લવજીભાઈ સંઘાણી રહે.હરબટીયાળી તા.ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પરસોત્તમભાઈને ઓછી મહેનત થાય તે માટે મુખ્ય પાઈપલાઈનના એરવાલ્વમાંથી ગામડાઓને વધારાના કનેક્શન આપી અમુક ગેરકાયદેસર કનેક્શન આપી દઇ પાણીનો બગાડ કરતા હોય કાનૂની પગલાં ભરવા અરજી આપેલ હતી. જે અન્વયે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text