હળવદ નજીક બાઈક આડે ખુંટીયા ઉતરતા ખેતશ્રમિકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં કેતનભાઇ માવજીભાઇ સંઘાણીની વાડીયે રહી ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરપુર ગામના વતની હિન્દુભાઇ પરશુભાઇ રાઠવા ઉ.32 નામના યુવાન ગત તા.10 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે હળવદથી બોરડી ગામ જવાના રોડ ઉપર બાઈક લઈને જતા હતા ત્યારે રોડ ઉપર ખુંટીયો આડો ઉતરતા બાઈક ખુંટીયા સાથે અથડાતા હિન્દુભાઇનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની શર્મીષ્ઠાબેને હળવદ પોલીસ મથકમાં નોંધ કરાવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text