મોરબીના માધાપરમાં પડોશીએ પિતાને ગાળો આપી પુત્રને છરી મારી

- text


મોરબી : મોરબીના માધાપરમા માનસિક બીમાર યુવાનને ઉશ્કેરી પાડોશીએ પિતાને ગાળો આપી ઝઘડો કર્યા બાદ યુવાનને છરી ઝીકી દેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપરમા રહેતા મનીષભાઈ શાંતિલાલ મારુ નામના માનસિક તકલીફ ધરાવતા યુવાનને પડોશમાં રહેતા આરોપી રાજુભાઇ સવાભાઈ પીપળીયા નામના શખ્સે ઉશ્કેરી મનીષભાઈના પિતાને ગાળો આપી બાદમાં મનિષભાઈને છરી ઝીકી દેતા બનાવ અંગે મનીષભાઈના ભાભી ગાયત્રીબેન વિશાલભાઈ મારુએ આરોપી રાજુ પીપળીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text