Morbi: શહેરમાં રોડ ઉપર કચરો ફેંકતા 30 વેપારીઓ દંડાયા

- text


સ્વચ્છતા મુદ્દે પાલિકાની કડક કાર્યવાહી : રૂ.4400નો દંડ વસુલ્યો

મોરબી : મોરબી નગરપાલિકા સ્વચ્છતા મુદ્દે કડક હાથે કામ લઈ રહી છે. આજ રોજ મોરબી નગરપાલિકાએ રોડ ઉપર કચરો ફેંકતા વધુ 30 વેપારીઓને દંડયા છે. સાથે આ વેપારીઓને હવે જ્યાં ત્યાં કચરો ન ફેંકવાની તાકીદ પણ કરી હતી.

મોરબી નગરપાલિકાની ટિમો રોડ ઉપર જ્યાં ત્યાં કચરો ફેંકતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા દરરોજ ફિલ્ડ ઉપર નીકળી રહી છે. અગાઉ પણ અનેક વેપારીઓની દુકાન બહાર કચરો જોવા મળતા તેઓને દંડ ફટકારવામાં આવ્યા છે. આજે પણ આ ઝુંબેશ યથાવત રહી હતી. નગરપાલિકાની ટીમોએ આજે 30 વેપારીઓને રોડ ઉપર કચરો ફેકવા બદલ દંડયા હતા. આ વેપારીઓ પાસેથી રૂ.4400ના દંડની વસુલાત કરી હવે પછી ડસ્ટબીનમાં જ કચરો નાખવા અનુરોધ કરાયો હતો.

- text

- text