MORBI : ચૂંટણી લડતા ઉમેદવાર 50 હજારથી વધુ રોકડ સાથે નહીં રાખી શકે

- text


સામાન્ય નાગરિકને રોકડની હેરફેર માટે પુરાવા સાથે રાખવા પડશે : 10 લાખથી વધુની રોકડ હશે ઇન્કમટેક્સને હવાલે

મોરબી : લોકસભા ચૂંટણી જાહેર થતા જ જીલ્લા ચૂંટણીતંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર જિલ્લામાં આવનાર દિવસોમાં ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ ચાલુ થશે ત્યારે ચૂંટણી સમયગાળામાં રોકડની હેરફેર ઉપર તંત્રની ચાંપતી નજર રહેશે, ચૂંટણીપંચના નિયમ ચૂંટણી લડતા ઉમેદવાર કે તેમના સાથીઓ મુજબ 50 હજારથી વધુ રોકડ રકમ તેમજ 10 હજારથી વધુની પ્રચાર સામગ્રી સાથે નહીં રાખી શકે, સાથે જ સામાન્ય નાગરિકો રૂપિયા 10લાખથી વધુ રોકડ રકમ સાથે પકડાશે તો સીધા જ ઇન્કમટેક્સને સોંપવામાં આવશે.જો કે સીરામીક હબ મોરબીમાં ચૂંટણી સમયગાળામાં રોકડ હેરફેરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણીપંચ દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ માટે કમર કસી અલગ અલગ નોડેલને કામે લગાડ્યા છે ત્યારે મતદારોને પ્રલોભન માટે રોકડની હેરફેર રોકવા નિયમો ઘડવામાં આવ્યા છે જે અન્વયે ચૂંટણી લડતા ઉમેદવારો માટે 50 હજાર કે તેથી વધુની રોકડના આધાર પુરાવા સાથે ન હોય તો આવી રોકડને જપ્ત કરવામાં આવશે. તેમજ 10 હજારથી વધુની પ્રચાર સામગ્રી પણ સાથે રાખી નહીં શકે.ચૂંટણીમાં મતદારોને રીજવવા માટે મતદારોને પ્રલોભનો આપી કાળા નાણાંનો ઉપયોગ કરાતો હોય ચૂંટણીપંચ દ્વારા રોકડ હેરફેર માટે કડક નિયમો અમલી બનાવાયા છે.

- text

બીજી તરફ સામાન્ય નાગરિકો માટે ચૂંટણીના આ સમયગાળા દરમિયાન રૂપિયા 10 લાખ સુધીની હેરફેર માટે આધાર પુરાવા સાથે રાખવા ફરજીયાત બનાવવાં આવ્યા છે, જો કોઈ વેપારી, ખેડૂતો કે ઉદ્યોગકારને સાથે રૂપિયા10 લાખ લઈ જવા હશે તો તે માટે જરૂરી પુરાવા રાખવા પડશે, જો 10લાખથી વધુ રોકડ કોઈપાસેથી મળી આવશે તો ઈન્ક્મટેક્સને સમગ્ર મામલો સોંપવામાં આવશે, આમ ચૂંટણી આચારસંહિતા અમલી બનતા હવે વેપારીઓ ઉદ્યોગપતિઓને રોકડની હેરફેર માટે સચેત રહેવું પડશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text