Morbi : પાંચ મહિનાથી દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ 

- text


મોરબી : છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી-બી ડીવિઝન પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી કગે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન ખાનગી બાતમી હકિકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૧૯૩૫/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એએ, ૧૧૬(બી), ૮૧ મુજબનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા જાતે કોળી ઉ.વ.રર ધંધો પ્રાઇવેટ નોકરી રહે.મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટવાળો મોરબી, ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસની બાજુમાથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં એ.એસ.આઇ. મદારસિંહ મોરી, પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઈ અમરશીભાઈ, રમેશભાઇ રાયધનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, પો.કોન્સ. બ્રિજેશભાઇ જેસંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ સહિતના રોકાયેલ હતા.

- text

- text