મોરબીની શિવમ હોસ્પિટલ દ્વારા કાલે મંગળવારે રામધન આશ્રમમાં ફ્રી નિદાન કેમ્પ

હદયના રોગો, મગજ અને મણકાના રોગો, હાડકાના રોગો, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, સ્ત્રી રોગ, બાળરોગો, કાન, નાક, ગળાના રોગો, આંખના રોગો, માનસિક રોગો, ફિઝિયોથેરાપી, દાંતના રોગોનું ફ્રી કન્સલ્ટેશન : ફ્રી સુગર ચેકઅપ અને ફ્રી BMI તપાસ પણ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કાલે તા.12ને મંગળવારના રોજ બપોરે 2થી 5 દરમિયાન રામધન આશ્રમમાં ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન, ફ્રી સુગર ચેકઅપ અને ફ્રી BMI તપાસ પણ કરવામાં આવશે.

આ કેમ્પમાં હદયના રોગો, મગજ અને મણકાના રોગો, હાડકાના રોગો, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, સ્ત્રી રોગ, બાળરોગો, કાન, નાક, ગળાના રોગો, આંખના રોગો, માનસિક રોગો, ફિઝિયોથેરાપી, દાંતના રોગોનું સચોટ નિદાન થશે. કેમ્પમાં દર્દીઓને હોસ્પિટલમાં નિદાન ઉપર 50 ટકા રાહત, લેબોરેટી એક્સરે અને હદયના કાર્ડિયોગ્રામમાં 15 ટકા રાહત અને ઓપરેશન ઉપર 10 ટકા રાહત આપવામાં આવશે. માં કાર્ડ/ આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રીમાં ઓપરેશન કરી અપાશે. દર્દીઓએ અગાઉના જુના રિપોર્ટ સાથે રાખવાના રહેશે.

કેમ્પમાં ડો. નિશિથ સરડવા (એમડી, ડી. એમ.કાર્ડિયોલોજિસ્ટ), ડો.રિધમ ખંઢેરિયા (એમ. સીએચ. ન્યુરોસર્જરી), ડો. પ્રહલાદ ઉધરેજા (એમ.બી.બી.એસ. ડી.ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. સાગર ખાનપરા (એમ.એસ.ઓર્થો), ડૉ. રવિ કોટેચા (એમ.બી.બી.એસ. ડી. એન. બી. જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી), ડૉ. વૈભવ દફતરી (એમ. બી. બી. એસ. એમ. ડી. મેડિસિન), ડો. વિશ્વા કોટેચા( એમ.એસ. ડી.એન.બી. ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ), ડો. કુલદીપ દેત્રોજા(એમ.ડી. પિડીયાટ્રીક્સ અને નિયોનેટોલોજિસ્ટ), ડો. નીરજ આનંદ (એમ.એસ. ઈ.એન.ટી.), ડો. ચિંતન મહેશ્વરી ( ઓપ્થેલ્મોલોજિસ્ટ), ડો. ભાવેશ પટેલ (એમ.ડી. સાયક્યાટ્રીસ્ટ), ડો. બ્રિજેશ કૈલા(બી.પી.ટી, એન.સી.વી. સ્ટડી રિહેબિલિટેશન અને પેઇન મેનેજમેન્ટ), ડો. મનોજ કૈલા(બી.ડી.એસ. ડેન્ટલ સર્જન), ડૉ. ચાંદની ખાનપરા (બી.ડી.એસ., ડેન્ટલ સર્જન) સેવા આપવાના છે. આ કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.


કેમ્પ તા. 12 માર્ચ
સમય : બપોરે 2થી 5
સ્થળ : રામધન આશ્રમ
મહેન્દ્રનગર, મોરબી-2