માળીયાના અગર વિસ્તારમાં સગર્ભા બહેનોને નાસ્તો અને ટીએચઆરનું વિતરણ કરાયું

- text


માળિયા : મોરબી જીલ્લાના માળિયા તાલુકાના આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા હરીપર અગર વિસ્તારના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ માળિયા આરોગ્ય વિભાગ મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા તમામનું હેલ્થ ચેકઅપ કરી દવાનું વિતરણ પણ કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જીલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કો-ઓર્ડીનેટર મારૂતસિંહ બારૈયાના સહયોગથી આંગણવાડી વર્કર બહેનો મુક્તાબેન અને સરોજબેન સહીતના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text