વાંકાનેર તાલુકા પોલીસે હોલમઢ નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી બોલેરો ઝડપી, ચાલક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર તાલુકાના મહીકાથી હોલમઢ ગામ વચ્ચે મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા ઉપરથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપી લઈ વિદેશી દારૂની 672 બોટલ તેમજ બોલેરો ગાડી મળી 7,32,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, બોલેરો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એલ.એ.ભરગાના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે વાંકાનેર તાલુકાના મહીકાથી હોલમઢ ગામ તરફ વિદેશી દારૂ ભરીને નીકળેલ બોલેરો પીકઅપ વાહનને રોકાવાનો પ્રયાસ કરતા બોલેરો પીકઅપના ચાલકે પોતાનુ વાહન ઉભુ નહી રાખતા પોલીસે બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી હોલમઢ ગામથી મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા તરફ અવેળા પાસે બોલેરો ચાલક ગાડી રેઢી હાલતમાં મૂકી નાસી જતા પોલીસે બોલેરો પીકઅપ વાહન નંબર GJ-17-TT-7649 કબ્જે કર્યું હતું.

- text

વધુમાં પોલીસે રેઢી હાલતમાં મળી આવેલ બોલેરો પીકઅપમાંથી વિદેશી દારૂની 672 બોટલ કિંમત રૂપિયા 2,32,500 તથા બોલેરો પીકઅપ વાહન કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 7,32,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બોલેરો કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીએસઆઇ એલ.એ.ભરગા, સર્વેલન્સ ટીમના હેડ કોન્સટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા અને અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

- text