માળીયા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધામાં જાજાસર પ્રાથમિક શાળાનો દબદબો

- text


માળિયા(મી.): તાજેતરમાં માળીયા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધા વિનય સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં જાજાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કારુ દિલીપભાઈએ અંડર-14 લાંબી કૂદમાં પ્રથમ નંબર મેળવીને મેદાન માર્યું છે. આ વિદ્યાર્થી હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે. શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ તેમજ તમામ સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જિલ્લા કક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

- text