વાંકાનેરના ઢુંવા ગામે ફળિયામા ખાડો ગાળી છુપાવાયેલ દારૂ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા ગામે રહેણાંક મકાનના ફળિયામાં ખાડો ગાળી છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 108 બોટલ સાથે એક આરોપીને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, ઢુંવા ગામે રહેતા આરોપી મુકેશ બાબુભાઇ કારેલીયા નામના શખ્સે પોતાના ઘરના ફળિયામાં ખાડો કરી વિદેશી દારૂ છુપાવી રાખી વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 108 બોટલ કિંમત રૂપિયા 42,900 કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો.

- text

વધુમાં પોલીસના હાથે પકડાયેલા આરોપી મુકેશે વિદેશી દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગરના સુદામડાં ગામના રમેશ ચોથાભાઈ કિહલા પાસેથી ખરીદ કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text