હળવદ યાર્ડ નજીક કાર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


હળવદ : માળીયા – અમદાવાદ હાઇવે ઉપર હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે જીજે – 19 – એએ – 0090 નંબરની કારના ચાલકે બાઈક લઈને જઈ રહેલા હળવદ જીઆઇડીસી પાછળ રહેતા વિહાભાઈ લક્ષ્મણભાઈ સરૈયાને હડફેટે લઈ અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ પહોંચાડતા વિહાભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર મેહુલભાઈ વિહાભાઈ સરૈયાએ આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text