વાંકાનેર હાઇવે ઉપર પોલીસને જોઈ બુટલેગર દેશી દારૂ ભરેલી કાર મૂકી ભાગી ગયો 

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કોઠી ગામના પાટિયા પાસે પેટ્રોલિંગમાં રહેલી વાંકાનેર તાલુકા પોલીસને જોઈ જતા દેશી દારૂનો ધંધાર્થી GJ-16-BG-6888 નંબરની સ્વીફ્ટ કાર રેઢી મૂકીને નાસી જતા પોલીસે કારની તલાસી લેતા કારમાંથી 750 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે 3લાખની કાર, એક મોબાઈલ ફોન અને દેશી દારૂનો જથ્થો મળી કુલ 3.20 લાખનો મુદામાલ કબ્જે કરી કાર નંબરને આધારે કાર માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text