જીવવુ હોય તો પૈસા આપવા પડે ! મોરબીના યુવાન ઉપર હુમલો કરી લૂંટ 

- text


વિશીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમા બનેલા બનાવમાં યુવાનને જાતિ પ્રત્યે હડધૂત પણ કરાયો 

મોરબી : મોરબીના વિશીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમા એસી રિપેરિંગનું કામ કરતા યુવાનના બાઈક આડે બાઈક ઉભી રાખી બે શખ્સોએ આંતરી જીવવુ હોય તો પૈસા આપવા પડે કહી પાકીટમાંથી બળજબરીથી પૈસા કાઢી લઈ છરી વડે ઇજા કરી જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશીપરા રોહીદાસપરામાં રહેતા અને એસી રિપેરિંગનું કામ કરતા કિશોરભાઇ મનુભાઇ ચાવડા નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમા આરોપી અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઇ જેડા અને અલ્યાસ ઉર્ફે ભીમો હુશેનભાઇ સુમરા રહે. બન્ને, મોરબી વિશીપરા વાળાઓએ બાઈક આડે બાઈક નાખી ઉભો રખાવી જીવવું હોય તો પૈસા આપવા પડે તેમ કહી બાઇકમાથી નિચે ઉતારી પછાડી દઇ આરોપી અલ્તાફે પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી અને અલ્યાસે કિશોરભાઈને પકડી રાખી પેન્ટમાથી બળજબરી પુર્વક પાકીટ કાઢી લેતા કિશોરભાઈ પાકીટ પાછુ લેવા જતા અંગુઠામા તેમજ ડાબા પગમા સાથળમા છરીનો ઘા મારી પાકીટમાથી બારથી તેર હજાર રોકડા રૂપીયા કાઢી લઇ પાકીટનો ઘા કરી દઈ જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text