હળવદમાં જરૂરિયાતમંદ લોકોને ૨૫૦ સાલ અને ૧૫૦ સ્વેટરનું વિતરણ

- text


 

પાટિયા ગ્રુપ દ્વારા સ્વ.હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે પ્રેરણાદાયી સેવાકાર્ય

હળવદ : શિયાળાની સીઝન શરૂ થતા જ ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે હળવદ ખાતે પાટિયા ગ્રુપ દ્વારા સ્વ. હસુમતીબેન મણીલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે તેમના પરિવારજનોના સહયોગ થી ૨૫૦ નંગ સારી ગુણવતા વાળી કચ્છી ભરત ભરેલી સાલ અને ૧૫૦ નંગ ગરમ સ્વેટર અને જેકેટનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

જેમાં હળવદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના લોકોને તેમના ઘર સુધી ગરમ કપડાં પહોંચાડવાની વ્યવસ્થા પાટિયા ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ઠંડીની સીઝન શરૂ થતાં ઠંડીથી બચવા વિતરણ કરેલા ગરમ કપડાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ મેળવવા મદદરૂપ થશે.આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text