ટંકારાનું વીરપર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ

- text


ગામની શેરીએ ગલીએ તીસરી આંખ ગોઠવાઈ, 23 સીસી કેમેરાની બાજનજર રહેશે

મોરબી: મોરબી – રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ટંકારા તાલુકાના વીરપર ગામ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું છે, ગ્રામજનોની સલામતી માટે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે ગામમાં 23 સીસીટીવી કેમેરા ફિટ કરાયા છે જે ગામના મુખ્ય ગેટથી લઇ વિવિધ શેરી ગલીઓમા બાજ નજર રાખશે.

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડાની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટંકારા તાલુકાના વિરપર ગામે 23 સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે જેથી કોઈપણ અકસ્માતની ઘટના કે ચોરી લૂંટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર સીસીટીવીની તીસરી આંખ નજર રાખશે, નાનું એવું વિરપર ગામ સીસીટીવી કેમેરાની સુવિધાથી સજ્જ થતા સમગ્ર ગામજનો અને સરપંચ તેમજ ગ્રામ પંચાયતની બોડી દ્વારા જિલ્લા પંચાયત સદસ્યનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- text

- text