મોરબીની અણીયારી ચોકડી નજીકથી જેસીબી ચોરી જનાર બે ઝડપાયા

- text


તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જેસીબી ચોરીનો ભેદ ઉકેલી ભાવનગરથી બે આરોપીને દબોચી લીધા

મોરબી : મોરબીની અણિયારી ચોકડી નજીકથી રૂપિયા 30 લાખની કિંમતનું જેસીબી ચોરી કરી જવાની ઘટનામાં મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જેસીબી ચોરીનો ભેદ ઉકેલી ભાવનગરથી બે આરોપીને દબોચી લીધા હતા.

મોરબીની અણિયારી ચોકડી નજીક આવેલ સિલ્વર હોટલ પાસેથી કચ્છના ભચાઉ તાલુકાના કડોલ ગામના રહેવાસી સાંજણભાઇ ભીખાભાઇ નાંગહની માલિકીનું રૂપિયા 30 લાખની કિંમતનું જેસીબી મશીન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં જેસીબી ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આથી તાલુકા પોલીસે બનાવ સ્થળેથી સીસીટીવી ચકાસતા ચોરી થયેલા જેસીબી સાથે બાઇક પણ સાથે જતું જોવા મળતા પોલીસે આ બાઇક નંબરને પોકટકોપથી ચેક કરતા ભાવનગરનું લોકેશન મળતા પોલીસની એક ટીમે ભાવનગર જઈને બે આરોપીઓ શૈલેષ ભરતભાઇ ચૌહાણ અને વિશાલ વલ્લભભાઈ મકવાણાને ચોરાઉ જેસીબી અને બાઇક સાથે ઝડપી લીધા હતા.

- text

- text