ધારાસભ્ય ચૈતર વસાવા સામે વિરુદ્ધ ફરિયાદ થતા મોરબી ‘આપ’ ધુઆપુઆ, કલેક્ટરને આવેદન

- text


મોરબી : ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદ મામલે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરતા જણાવાયું છે કે, આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના દબાણ હેઠળ જંગલ વિભાગના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી છે અને સાથે જ ચૈતર વસાવાના પત્નીની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં ભાજપ દ્વારા ગુજરાતના લોકપ્રિય નેતાને બદનામ કરી જેલમાં મોકલવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આથી મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને ન્યાયિક તપાસ માટે અને ખોટી રીતે થતી ધરપકડ રોકવા માટે હોદ્દેદારો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

- text

- text