વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર યુવાનને સસરા અને કાકાજીએ પતાવી દેવાની ધમકી આપી 

- text


વાંકાનેર : વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી સસરા અને કાકાજી સસરાએ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષાના કાચ તોડી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ અલારખાભાઈ વડાવરીયા ઉ.23 નામના રીક્ષાચાલક યુવાને આરોપી નુરમામદભાઈ સલીમભાઈ હાલાની પુત્રી સાથે ચારેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી આરોપી જેનુલભાઈ અનિલભાઈ હાલા તથા નુરમામદભાઈ સલીમભાઈ હાલાએ વાંકાનેર ગેબી પાન પાસે રીક્ષાના કાચમાં ધોકો મારી નુકશાન કર્યા બાદ મોબાઈલ ફોનમાં જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text