શૌર્ય જાગરણ યાત્રાનું હળવદના રણછોડગઢમાં ભવ્ય સ્વાગત

- text


હળવદ : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા હળવદના રણછોડગઢ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ગામની નાની બાળાઓ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા અર્ચના કરી હતી સાથે જય શ્રી રામના નારા સાથે આ યાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી.

હિન્દુ સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટે જે જે વીરોએ બલિદાનો આપ્યા છે આવા હિન્દુ ધર્મની રક્ષા કરી ભારત ઉપર આટલા આક્રમણ પછી પણ હિન્દુ સનાતન સંસ્કૃતિ આજે જીવંત છે અને દેશ અને દુનિયાને એક નવો રાહ ચીંધી રહી છે ત્યારે આવા અમર બલિદાનીઓની યાદમાં તેમની શૌર્ય ગાથાને ઉજાગર કરવા માટે શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે.

મંગળવારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આ યાત્રા આવી પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રણછોડગઢ ગામના યુવાનો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ ગામના સરપંચ અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા, સોમાભાઈ દલસાણીયા, ગામના ગોપી મંડળો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

- text

- text