હળવદમાં સાંસદની ગ્રાન્ટમાંથી બનેલા ઓપન જીમનું લોકાર્પણ

- text


હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે ઓપન જિમ બનાવવાની સંસદસભ્યની જાહેરાત

હળવદ : હળવદમાં સાંસદ સભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાની ગ્રાન્ટમાંથી બનેલા ઓપન જિમનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.

હળવદના રમણીય સ્થળ શરણેશ્વર મહાદેવ મંદિર સામેના સામંતસર તળાવના કાંઠે આવેલ બગીચામાં શહેરજનોનું સ્વાસ્થ્ય સારુ રહે તેવા શુભ આશયથી હળવદ નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગરના સાંસદ સભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાની ગ્રાન્ટમાંથી ઓપન જિમનું નિર્માણ કરવામાં આવેલ હતું. જેના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સભ્ય અને કેન્દ્રીયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા એ આ સાથે હળવદ તાલુકાના વિવિધ બે ઓપન જિમ ગ્રામ્ય વિસ્તારમાં બનાવવા માટેની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત સાંસદ સભ્ય દ્વારા હળવદ તાલુકામાં ૨ એમ્બ્યુલન્સ ફાળવાઇ છે, અને આગામી સમયમાં રણમલપુર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં પણ એમ્બ્યુલન્સ ફાળવાશે.

હળવદમાં આવેલ બગીચામાં પણ બાળકો માટે રમત ગમતના સાધનો પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, અજયભાઈ રાવલ, મનસુખભાઈ ગોરીયા, રજનીભાઈ સંઘાણી, બિપીનભાઈ દવે, ચંદુભાઈ શિહોરા, પ્રવિણભાઈ સોનાગ્રા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ નગરપાલિકાના કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text