દોઢસોના દારૂમાં ગ્રામ પંચાયતનું સભ્ય પદ ગયું 

- text


હળવદના રાણેકપર ગામના ઉપસરપંચનું સભ્ય પદ રદ કરતા તાલુકા વિકાસ અધિકારી

હળવદ : થોડા સમય પહેલા હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચને હોદા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે આજે તાલુકા વિકાસ અધિકારીએ દારૂના કેસમાં ઝડપાયેલ ઉપ સરપંચ રહેલા સભ્યનું સભ્યપદ રદ કરી દીધુ હતું.

હળવદ તાલુકાના રાણેકપર ગામે થોડા મહિનાઓ પહેલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી સરપંચને હોદા પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપ સરપંચ તરીકે રહેલ નવઘણભાઈ ઉડેચા એ સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો.જોકે તેઓ દારૂના ગુનામાં સંડોવાયેલા હોય જેથી તેઓને પણ હોદ્દા પરથી મોકુફ કરવામાં આવ્યા હતા.

- text

આજે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવે દારૂના ગુનામાં ઝડપાયેલા હોય અને નવઘણભાઈ પર ગુનો સાબિત પણ થયેલો હોય જેથી તેઓને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરી દીધા હતા.

- text