હળવદમાં વિદેશી દારૂના 24 અડધિયાં સાથે શાકભાજીનો ધંધાર્થી પકડાયો 

- text


હળવદ : હળવદ શહેરના મોટાફળીયા તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી શાકભાજીના ધંધાર્થી રીયાઝભાઇ મહેબુબભાઇ મનસુરી નામના શખ્સને ઓફિસર ચોઈસ બ્રાન્ડ વિદેશી દારૂની 375 મીલી માપની 24 અડધિયાં બોટલ કિંમત રૂપિયા 3920 તેમજ મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 8,920 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં દારૂના આ ગોરખધંધામાં હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે સુખદેવ ઉર્ફે એસ.પી. પથુભા ચાવડાની સંડોવણી હોવાનું કબુલતા પોલીસે રિયાઝને અટકાયતમાં લઈ આરોપી જીતેન્દ્ર ઉર્ફે સુખદેવ ઉર્ફે એસ.પીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text