મોરબીના બંધુનગર નજીક જયશ્રીને દેશી દારૂ આપવા આવેલ જયરાજ પકડાયો 

- text


એલસીબી ટીમે નંબર વગરની એસેન્ટ કારમાંથી 500 લીટર દેશી દારૂ કબ્જે કરી ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો 

મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીકથી નંબર વગરની એસેન્ટ કારમાં માટેલની જયશ્રી નામની મહિલાને દેશીદારૂ આપવા આવી રહેલા જયરાજ નામના શખ્સને ઝડપી લઈ કાર સહીત રૂપિયા 1,15 હજારનો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવી બંધુનગર નજીક આવેલી ઓકટ્રી હોટલ સામેથી નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઇ એસેન્ટ કારમાંથી આરોપી જયરાજભાઇ વલકુભાઇ ગોવાળીયા, રહે. કુંઢડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને 500 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયા રહે. માટેલ (વીરપર) તા.વાંકાનેર વાળીને આપવા જતો હોવાનું અને દેશી દારૂ વનરાજભાઇ ગીડા, રહે. ડાકવડલા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાએ મોકલ્યો હોવાનું કબુલતા એલસીબી ટીમે જયરાજને અટકાયતમાં લઈ રૂપિયા 1.15લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text