ઉપ સરપંચ અને સભ્યોના ત્રાસથી બગથળાના સરપંચે રાજીનામું આપી દીધું

- text


ભ્રષ્ટાચાર આચરવામાં સાથ ન આપતા હોય સરપંચને ત્રાસ : જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ

મોરબી : મોરબીના બગથળા ગ્રામ પંચાયતના સરપંચ પદેથી મહિલા સરપંચે પંચાયતના ચુંટાયેલા ઉપ સરપંચ અને સભ્યોના ત્રાસ,ભય અને વિકાસના કામોમાં વિઘ્ન ઉભા કરતા હોય તેમજ અન્ય ઈસમો મારફત જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા હોય બગથળા ગામ પંચાયતના સરપંચ પદેથી રાજીનામું આપી દીધાનું ટીડીઓને લેખિત જાણ કરતા ચકચાર મચી ગઇ છે.

મોરબી તાલુકાના બગથળા ગામના મહિલા સરપંચ કાંતાબેન ચુનીલાલ ઠોરિયાએ ટીડીઓને લેખિતમાં જાણ કરી હતી કે, તેઓ બગથળા ગ્રામ પંચાયત તરીકે છેલ્લી ગ્રામપંચાયતની સામાન્ય ચુંટણીથી સરપંચ પદે બહુમતીથી ચુંટાયેલા છે અને મહિલા સરપંચ તરીકે બગથળા ગ્રામ પંચાયતમાં વહીવટ હું જાતે કરે છે. બગથળા ગામે ગ્રામપંચાયતના સરપંચ પદે છેલ્લી 3 ટર્મથી ચૂંટાવુ છું અને બગથળા ગ્રામપંચાયતનો વહીવટ નિષ્ઠાપુર્વક કોઈપણ જાતના ભ્રષ્ટાચાર વગર ચોકસાઈ રીતે બગથળા ગામના પ્રજાજનોના વિકાસના કાર્યો સરકાર તરફથી મળતી ગ્રાન્ટ તથા અનુદાનની રકમોનો પુરેપુરો ઉપયોગ કરી સારી ગુણવતાના વિકાસના કામો કરી રહેલ છું. હાલે બગથળા ગ્રામ પંચાયતની બોડીના કુલ ચુંટાયેલા સભ્યો -૧૦ -૧ સરપંચ સહિતની બોડી અસ્તિત્વમાં છે.જેમાં હું એક મહિલા સરપંચ તરીકે બગથળા ગામે વિકાસના કામો કોઈપણ જાતના ભ્રષ્ટાચાર વિના સરકાર તરફથી મંજુર થતી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ કરી વહીવટ કરૂ છું.

વધુમાં બગથળા ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો તરફથી સરકાર તરફથી બગથળા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મળતી ગ્રાન્ટોમાંથી તેમને ભ્રષ્ટાચારની રકમ જોઈતી હોય અવાર નવાર મારી પાસે માંગણી કરતા હોય હું નિષ્ઠાથી વિકાસના કામો કરતી હોય તેમને તેમની મેલી મુરાદ મુજબ ભ્રષ્ટાચારની રકમ હું પુરી પાડી શકતી ન હોય તેવા સંજોગોમાં મારી સામે રાગદ્વેષ રાખવામાં આવે છે અને બગથળા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થતા ઠરાવોમાં વિઘ્નો ઉભા કરે છે.અને બિનજરૂરી ખોટા આક્ષેપો કરવામાં આવે છે.

- text

ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, મારી સામે મહિલા સરપંચ તરીકેની છેલ્લી ટર્મમાં તેમજ અગાઉ હું બે(ર) ટર્મ રહેલ સરપંચના હોદા ઉપરના સમયગાળા દરમિયાન મારી સામે બગથળા ગ્રામ પંચાયતના વિકાસના કામોની ગેરરીતી સંબંધે કે ભ્રષ્ટાચાર સંબંધે કોઈ વાદ વિવાદ કે ફરિયાદ આપ સાહેબ સમક્ષ કે જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ થયેલ નથી.પરંતુ હાલમાં ગ્રામ પંચાયત કચેરી બગથળાના ઉપસરપંચ પરેશભાઈ રામજીભાઈ આંબલીયા તરફથી બગથળા ગ્રામ પંચાયત બોડીના તમામ સદસ્યોને સાથે રાખી બગથળા ગામે વિકાસના કામો કરવા માટે વિઘ્ન ઉભા કરે છે.અને તેમની મનમાની મુજબ ઠરાવો કરાવવાની હઠાગ્રહ રાખે છે તેમજ મને પંચાયત કચેરીમાં બેસવા દેતા નથી.અને મને ત્રાસ,ધાક ધમકી આપે છે.જાનથી મારી નાખવાની ધમકી આપે છે.તેવા સંજોગોમાં વયોવૃધ્ધ મહિલા સરપંચ છીએ.અને ગમે ત્યાં આવવા જવા સંબંધે તેમના પતિ ચુનીલાલભાઈ ઠોરિયાને સાથે રાખું છે જેથી મારા પતિ સામે પણ ખોટા આક્ષેપો કરવામાં આવે છે.

આ સંજોગોમાં બગથળાના હાલના ઉપસરપંચ સહિતના સદસ્યો ખોટા આક્ષેપો કરી તેમની કારકિર્દીને વગોવવાનું કામ કરતા હોવાનું અને અગાઉ પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોય પોતે રાજીનામું આપેલ હિકાનું જણાવી આ ત્રીજી ટર્મમાં પણ આ જ પ્રશ્નો ઉભા કરી રાજીનામું આપવા ધાક ધમકી આપતા હોવાથી પોતે રાજીનામુ આપ્યાનુ ટીડીઓ સમક્ષ જણાવ્યું હતું.

- text