હળવદ યાર્ડને ટેકનોલોજીથી સજ્જ કરી ખેડૂતોના હિતમાં કામ કરીશું : ચેરમેન રજનીભાઈ સંઘાણી

- text


સૌને સાથે રાખી હળવદ માર્કેટ યાર્ડને નવી ઉંચાઈએ લઈ જઈશું : વાઈસ ચેરમેન કીશોરભાઈ દલવાડી

હળવદ : તાજેતરમાં જ હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી જો કે ચૂંટણી યોજાય તે પહેલા જ વેપારી પેનલની ચાર બેઠકો તેમજ ખેડૂત પેનલની દસ બેઠકો અને એક ખરીદ વેચાણ સંઘની મળી કુલ પંદર બેઠકો ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ હતી.અને આજે માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જો કે તેમાં પણ બંને હોદ્દેદારોની નિમણૂક બિનહરીફ થઈ છે.આ તકે યાર્ડના નવનિયુક્ત ચેરમેને યાર્ડને ટેકનોલોજીથી સજ્જ કરી ખેડૂતોના હિતમાં કામ કરવાનો કોલ આપ્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હળવદના ચેરમેન તરીકે ભાજપના કાર્યકર તરીકે રાજકીય સફર શરૂ કરનાર રજનીભાઈ સંઘાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે કિશોરભાઈ દલવાડીની વરણી કરાઇ હતી.નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે ખેડૂતો અને વેપારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

હળવદ માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક વેળાએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મીયાત્રા,રણછોડભાઈ પટેલ, બીપીનભાઈ દવે,તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગોરીયા,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ ગામી,હેમાંગભાઈ રાવલ, હિતેશભાઈ લોરીયા,તપનભાઈ દવે,રવિભાઈ પટેલ, સોમાભાઈ ઠાકોર સહિતનાઓ હાજર રહ્યા હતાં.

- text