મોરબી તાલુકા શાળા નં-2ની વિદ્યાર્થિનીઓ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં ચેમ્પિયન

- text


મોરબી : તાલુકા કક્ષાના કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધામાં મોરબી શહેરી વિસ્તારની દરબારગઢ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા તાલુકા શાળા નંબર-2ની વિદ્યાર્થિનીઓ દરેક સ્પર્ધામાં ચેમ્પિયન થઈ છે.

મોરબી તાલુકાની તાલુકા કક્ષાના કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા બીઆરસી ભવન મોરબી ખાતે યોજવામાં આવી હતી. કલા ઉત્સવ અંતર્ગત બાળકવિ સ્પર્ધામાં સરકારી પ્રાથમિક તાલુકા શાળા નંબર-2ની વિદ્યાર્થિનીએ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું તેમજ સમગ્ર મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત શાળાની વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં વાર્તા કથનમાં દ્વિતીય અને તૃતીય ક્રમાંક તેમજ વાર્તા લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાની અનેરી સિદ્ધિ બદલ વિદ્યાર્થિનીઓ તેમજ શાળા પરિવારને શાળાના આચાર્ય નિલેશભાઈ કૈલાએ અભિનંદન પાઠવ્યા છે. અને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.

- text

- text