મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી મરવા મજબુર કરવાના કેસમાં આરોપીઓનો છુટકારો 

- text


વર્ષ 2012ના ચકચારી કેસમાં નામદાર અદાલતનો ચુકાદો 

મોરબી : મોરબીમાં વર્ષ 2012માં ઘડિયાળનું ફોઈલિંગનું કામ કરતા વેપારીએ ઉછીના લીધેલા પૈસાના બદલામાં બે આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરતા હોય વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ અંગેનો કેસ નામદાર મોરબી કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષની દલીલો ધ્યાને લઈ અદાલતે બન્ને આરોપીઓને છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2012માં મોરબીમાં ચકચારી બનેલા કેસમાં મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળનું ફોઈલિંગ કરતા વેપારી રસિકભાઈ શામજીભાઈ મારુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પુત્ર જયકુમાર રસિકભાઈ મારુએ આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતાની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી હતી.

- text

જો કે, આ અંગેનો કેસ નામદાર મોરબી અદાલત સમક્ષ ચાલી જતા સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને બચાવ પક્ષે એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઇ) નંદાસણાની ધારદાર દલીલો, ઉલટ તપાસ ઉપરાંત નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરતા નામદાર અદાલતે આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતાને છોડી મુકવા હુકમ કર્યો હતો.

 

- text