મોરબીમાં રેઢી પડેલી વસ્તુઓ ચોરતી તસ્કર ટોળકી સક્રિય

- text


રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં બેકરીની વસ્તુઓ તસ્કરો રેંકડીમાં નાખીને ચોરી જતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ

મોરબી : મોરબીમાં રહેણાંક વિસ્તારની શેરી ગલીમાં રેઢી પડેલી કિંમતી વસ્તુઓ ચોરતી તસ્કર ટોળકી સક્રિય થઈ હોવાના એંધાણ મળ્યા છે. જેમાં મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આવેલ બેકરીની વસ્તુઓને તસ્કરો રેંકડીમાં નાખીને ચોરી જતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

મોરબીમાં શેરી ગલીમાં રેઢી પડેલી વસ્તુઓ ચોરતી ચોર ટોળકીએ ફરી તરખાટ મચાવ્યો છે. જેમાં અગાઉ પણ ચોર ટોળકીએ શેરી ગલીમાં રેઢી પડેલી વસ્તુઓ ચોરી ગયાની ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા ચોર ટોળકીને મોકળું મેદાન મળ્યું છે. ફરી એક વખત આવી ચોર ટોળકીએ હાથફેરો કર્યો હોવાનું બહાર આવ્યું છે. મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આવેલ રાજન બેકરીની શેરીમાં રેઢી પડેલી કિંમતી વસ્તુઓ તસ્કર ટોળકી રેકડીમાં નાખીને લઈ જતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તેથી લોકોએ રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધારીને આવી ચોર ટોળકીને ઝડપી લે તેવી માંગ કરી છે.

- text

- text