રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળ્યું, જાહેરનામું પ્રસિદ્ધ 

- text


મોરબી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ ફરીથી મળી ગયું છે. લોકસભા સચિવાલયે આને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાડી દીધી હતી અને ત્યારપછી લોકસભા સચિવાલયે પણ જાહેરનામું બહાર પાડી તેમને ફરીથી સભ્યપદ આપી દીધું છે. બીજી બાજુ આ બહાર આવતા જ કોંગ્રેસમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સામે મોટી કાર્યવાહી થઈ હતી. 23 માર્ચના દિવસે નીચલી અદાલતે 2 વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારી હતી. જેના 24 કલાકમાં જ 24 માર્ચે તેમનું સાંસદ સભ્યપદ છીનવાઈ ગયું હતું. જોકે ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીની સજા યથાવત રાખી હતી. ત્યારપછી રાહુલે આના વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારપછી 4 ઓગસ્ટના દિવસે કોર્ટે આ કેસમાં રાહુલની સજા પર રોક લગાવી દીધી હતી.વાયનાડથી રાહુલની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા પછી, એવી અપેક્ષા છે કે તેઓ આજથી જ સંસદના સત્રમાં હાજરી આપી શકે છે. આજે સોમવારે દિલ્હી સેવા બિલ પર રાજ્યસભામાં ચર્ચા થશે. તે જ સમયે, લોકસભામાં મણિપુર મુદ્દા પર ચર્ચા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

- text

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 4 ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે છે. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના આદેશથી જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 24 માર્ચ, 2023ના રોજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8, કોર્ટના આગળના આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે.

- text