હળવદના ઘનશ્યામપુર ગામે ગંદકી ફેલવાનાર સામે ગ્રામ પંચાયતે ઢોલ વગાડાવ્યા..

- text


ગામમાં ગંદકીનું પ્રમાણ વધતા ગ્રામ પંચાયતે ઢોલ પિટાવીને ગંદકીનો જાહેરમાં નિકાલ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કર્યો

હળવદ : હળવદના ઘનશ્યામપુર ગ્રામ પંચાયત જાહેરમસ ગંદકી ફરલવાનાર સામે આકરાપાણીએ થયું છે અને ગામમાં જાહેરમાં ગંદકી ફેલાવાનાર સામે કડક પગલાં ભરવા માટે ગ્રામ પંચાયતે તજવીજ હાથ ધરી છે. જેમાં ગામમાં ગંદકીનું પ્રમાણ વધતા ગ્રામ પંચાયતે ઢોલ પિટાવીને ગંદકીનો જાહેરમાં નિકાલ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

- text

હળવદના ઘનશ્યામપુર ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગંદકીનું પ્રમાણ વધ્યું છે. જેમાં અમુક લોકો સોર્સ ખાડાના પાણી ભૂગર્ભ ગટરને બદલે જાહેરમાં નિકાલ કરીને ગંદકી ફેલાવે છે. તેમજ ગંદા પાણી કચરો શેરીમાં નિકાલ કરતા હોય ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનું જોખમ ઉભું થયું છે. આથી ગ્રામ પંચાયતે આવા ગંદકી ફેલવનારા સામે લાખ આંખ કરી છે અને ગ્રામ પંચાયતે ગામડાની જૂની પરંપરા મુજબ આખા ગામમાં ઢોલ પિટાવીને નગારે ઘા કર્યો છે કે. જે કોઈ વ્યક્તિ કોઈપણ રીતે ગંદકી ફેલાવશે તો તેની સામે ગ્રામ પંચાયત શિક્ષાત્મક કાર્યવાહી કરશે અને ગ્રામ પંચાયત ગામ આખામાં વોચ રાખશે અને ઘરની ગંદકી બહાર નિકાલ કર્યાનું માલુમ પડશે તો જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે. જો કે ગંદકી બાબતે ગ્રામ પંચાયતનો નિર્ણય યોગ્ય છે અને કાશ શહેરોમાં નગરપાલિકાઓ આવો નિર્ણય લઈને ગંદકી ફેલવાનાર સામે કડક કાર્યવાહી કરે તો મોટાભાગની ગંદકી ફેલાતી અટકશે તેવું પ્રબુદ્ધ નાગરિકો દ્રઢપણે માની રહ્યા છે.

- text