હળવદના દિઘડીયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


97 હજારની રોકડ સહિત 1.8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો : હળવદ પોલીસની કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના દીઘડીયા ગામે જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે પાંચેય શખ્સોને ઝડપી લઇ જુગારના પટમાંથી 97 હજારની રોકડ સહિત રૂપિયા 1.8 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ આરોપીઓને હળવદ પોલીસ મથકે લઈ આવી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા શખ્સો પર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવતા ગત રાત્રિના હળવદ તાલુકાના દીઘડીયા ગામે જાહેર રોડ પર કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી હળવદ પોલીસના મહિપતસિંહ સોલંકીને મળી હતી. જેથી પોલીસ જવાનો દિઘડીયા ગામે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઈ ભીખાભાઈ,મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ બાબુભાઈ,વાઘજીભાઈ દીપુભાઈ, રવિભાઈ રઘુભાઈ અને હિતેશભાઈ લાભુભાઈ રહે બધા દિગડિયા ને પતા ટીચતા રંગેહાથ ઝડપી લીધા હતા.

- text

હળવદ પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 97,100 તથા મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત 11,000 મળી કુલ રૂપિયા 108,100નો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં હળવદ પીઆઈ કે. એમ છાસિયા,હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી,કિરીટભાઈ જાદવ,દિપકસિંહ,ભરતભાઈ સહિતના પોલીસ જવાનો રોકાયેલ હતા

- text