વાંકાનેર નજીક દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!

- text


 

તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫ ના મુદ્દમાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વીસ્તારમાં ઓક્ટોબર-૨૦૨૨ થી જુન-૨૦૨૩ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળતા આજરોજ વાંકાનેર- ચોટીલા નેશનલ હાઇવે રોડ પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ગુના-૧૭ બોટલો નંગ-૨૫,૫૨૭ કી.રૂ.૬૬,૫૭,૪૮૧, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કુલ ગુના-૧૦ બોટલો નંગ-૯૫૦ કી.રૂ.૩,૨૮,૧૯૫ એમ મળી કુલ ગુના-૨૭ કુલ બોટલો નંગ-૨૬,૪૭૯ કુલ કી.રૂ.૬૯,૮૫,૬૭૫ ની કીમતનો વિદેશી દારૂ પર રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

- text