મોરબીના લાલપર ગામે નાસ્તાની લારીએ બબાલ, છરી વડે હુમલો

- text


મોરબી : મોરબીના લાલપર ગામના બસસ્ટેન્ડ નજીક નાસ્તાની લારીએ પારકા ઝઘડામાં વચ્ચે પડેલા બે યુવાનોને ચાર શખ્સોએ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી છરી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામના બસસ્ટેન્ડ નજીક નાસ્તાની લારીએ આરોપી ભગિરથસિંહ ચુડાસમા નાસ્તાની લારી વાળા સાથે ઝઘડો કરતો હોય ફરિયાદી દિનેશભાઇ પાલાભાઈ રાઠોડ અને તેમના મિત્ર હમીરભાઈએ ઝઘડો ન કરવા સમજાવ્યા હતા.

વધુમાં આરોપી ભગિરથસિંહ ચુડાસમા અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ફરિયાદી દિનેશભાઇ અને હમીરભાઈને ગાળો આપી લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text