હળવદમાં બંધ મકાનમાં ચોરી કરવા ઘુસેલ એક પકડાયો, બે ભાગી ગયા

- text


એક શખ્સ મકાનનાં બાથરૂમમાં સંતાઈ ગયો,લોકોના ટોળાએ પકડી લઈ પોલીસને સોંપ્યો

હળવદ : હળવદમાં આજે બપોર બાદ શહેરના કરાચી કોલોની વિસ્તારના બંધ મકાનમાં ચોરી કરવાના ઇરાદે ત્રણ શખ્સો ઘુસ્યા હતા.જોકે આ શખ્સો મકાનનું તાળું તોડી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા લોકોના ધ્યાને આવતા તેઓ દ્વારા શખ્સોને પડકારવામાં આવ્યા હતા જેથી બે શખ્સો નાસી છૂટી હતા જ્યારે એકને ઝડપી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો.

હળવદ શહેરમાં ગઢની રાંગ પાસે આવેલ કરાચી કોલોની વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ દવે પરિવાર સાથે વડોદરા તેમની દીકરીના ઘરે ગયા હોય જેથી ઘરે કોઈ હોય નહીં તેવામાં આજે બપોરના ચારેક વાગ્યે ત્રણ શખ્સો મકાનમાં ઘુસી ઘરનું તાળું તોડી રહ્યા હતા.ત્યાંરે ત્યાથી પસાર થતા લોકોના ધ્યાને આવતા તેઓ દ્વારા બુમાબુમ કરતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

- text

જેથી લોકોને જોઈ બે શખ્સો નાસી છૂટ્યા હતા.જ્યારે એક શખ્સ મકાનનાં બીજા માળે આવેલ બાથરૂમમાં સંતાઈ ગયો હતો. અને અંદરથી લોક કરી દીધો હતો જો કે લોકોના ટોળા દ્વારા તેને મહા મહેનતે બાથરૂમમાંથી બહાર કાઢ્યો હતો અને બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ શખ્સને પોલીસ માટે લઈ ગઈ હતી.

હાજર લોકોના જણાવ્યા મુજબ ઝડપાયેલ શખ્સ પાસે એક લોખંડનો સળીયો,સાઇલેશનની ટ્યુબ તેમજ ગાંજાની બે પડી મળી આવી હતી.

- text