તારી દીકરીને કે જે અમારી સામે ન જોવે ! ને શખ્સોએ આધેડને માર માર્યો

- text


વાંકાનેર તાલુકાના અદેપર ગામનો બનાવ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર ગામે બે શખ્સોએ તારી દીકરીને સમજાવી દે જે કે અમારી સામે ન જોવે તેમ કહી આધેડને લોખંડના પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા ગોરધનભાઈ નરસીભાઈ બાવરવા ઉ.55 નામના આધેડને આરોપી સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઈ બાવરવાએ રોકી કહ્યું હતું કે તારી દીકરી નિતુને કહેજે કે અમારી સામે ન જોવે, તેમ કહી બોલાચાલી કરી બાદમાં બન્ને શખ્સોએ પાઇપ વડે ગોરધનભાઈને માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

- text

- text