મોરબીના ત્રાજપરમા જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આંગણવાડી પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા, ચંદુભાઇ ગોવિંદભાઇ બારૈયા, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા, રવજીભાઇ બાબુભાઇ મકવાણા અને મેહુલભાઇ દેવજીભાઇ પરમારને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

- text