નોકરીને બદલે મોત ! સિક્યુરિટી કોન્ટ્રાક્ટરે બેફામ માર મારતા ઓરિસ્સાના યુવાનનું મૃત્યુ

- text


7 જુલાઈએ નોકરીની શોધમાં વઘાસિયા આવ્યો અને 9મીએ મોત મળ્યું

મોરબી : ઓરિસ્સાથી નોકરીની શોધમાં વાંકાનેરના વઘાસિયા નજીક મિત્રના કારખાને આવેલ યુવાન નોકરીની શોધમાં નીચી માંડલ પહોંચી ગયા બાદ એક ફેકટરીમાં જવાની કોશિશ કરતા સિક્યુરિટી ગાર્ડ, કોન્ટ્રાકટર અને અન્ય શખ્સ મળી ત્રણેય શખ્સોએ બેફામ માર મારતા આ યુવાનનું ગંભીર ઇજાઓ બાદ મૃત્યુ નિપજતા આ ચોંકાવનારા બનાવમાં મોરબી તાલુકા પોલીસ હત્યા કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવદ રોડ ઉપર કયું સેવન સિરામિક કારખાના નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા આ બાબતની જાણ વઘાસિયા ટોલનાકા નજીક સીમસ્ટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા ઓરિસ્સાના વતની રણજિતભાઈ પરવાસીયા મોલ નામના શ્રમિકને થતા લાશ તેમના ઓળખી કાઢી આ મૃતદેહ તેમના વતનના ટીક્કીસિંગ ચૈતન્યસિંગની હોવાની પોલીસને ચોકવાનારી વિગતો જણાવી હતી.

વધુમાં વઘાસિયા ટોલનાકા નજીક સીમસ્ટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા રણજિતભાઈ પરવાસીયા મોલે મોરબી તાલુકા પોલીસને જણાવ્યું હતું કે ગત તા.7 જુલાઈના રોજ મૃતક ટીક્કીસિંગ ચૈતન્યસિંગ તેના ભાભી સાથે રોજગારીની શોધમાં મોરબી આવ્યો હતો અને તેમના લેબરરૂમ ખાતે જ રોકાયો હતો. જો કે ફરિયાદી રણજીતસિંહ અને તેમના પત્ની કારખાનામાં કામે ગયા બાદ આ બન્ને લોકો બહાર ગયા હતા અને પરત આવ્યા ન હતા.

- text

દરમિયાન નીચી માંડલ નજીક કયું સેવન સિરામિક પાસેથી એક લાશ મળી આવતા રણજીતભાઈના કોન્ટ્રાક્ટરે આ બાબતની જાણ કરતા રણજીતભાઈ સહિતના લોકો ઘટના સ્થળે ગયા હતા અને મૃતદેહ ટીક્કીસિંગ ચૈતન્યસિંગનો જ હોવાનું જણાવી આજુબાજુમાં તપાસ કરતા બનાવના દિવસે મૃતક ટીક્કીસિંગ ચૈતન્યસિંગ બીસ્કોન સિરામિક ફેકટરીમાં ગયો હતો અને કારખાનામાં જવાનું કહેતા આરોપી સિક્યોરિટી ગાર્ડ મહેશ વસુનિયા, કોન્ટ્રાકટર રાજેન્દ્ર ગુર્જર અને ઇરફાન કુરેશી નામના શખ્સોએ મૃતકને બરહેમીથી ઢોર માર મારતા મૃતકને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોરબી તાલુકા પોલીસે રણજીતભાઈ મોલની ફરિયાદને આધારે બીસ્કોન સિરામિકના સિક્યુરિટી ગાર્ડ અને કોન્ટ્રાકટર સહિતના ત્રણેય લોકો વિરુદ્ધ હત્યા કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text